ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા ક્યા અને કેવી રીતે થયો? આ મહાન વૈજ્ઞાનિકે આપી પ્રેરણા

ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા ક્યા અને કેવી રીતે થયો?

ડ્રોનથી દરેક લોકો પરિચિત છે. પરંતુ શુ તમને ખબર છે કે તેનો ઉપયોગ સૌથી પહેલા ક્યા અને કઇ રીતે થયો હતો. ભારતમાં ડ્રોન ખૂબ ચલનમાં છે. ડ્રોન એક એવુ ઉપકરણ છે જે એક રોબોટની જેમ કામ કરે છે. જેનું નિયંત્રણ મનુષ્યના હાથમાં રહે છે.

ડ્રોનનું ચલન બે દશક જૂનું છે. ઇલેક્ટ્રોનિક્સ એન્જિન્યરિંગ અને કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રમાં થયેલા વિકાસના કારણથી ડ્રોનનો આવિષ્કાર સંભવ થયો. ઇ.સ 1973 માં યોમ કુપ્પૂરમાં અને ઇ.સ 1981માં લેબનાનના યુદ્ધમાં ડ્રોનની શક્તિ સૌથી પહેલા અનુભવ કરવામાં આવી. 

તે બાદ ઘણા દેશોની સેનાઓએ ડ્રોનનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો સુરક્ષાથી જોડાયેલી સંસ્થાઓ ડ્રોનની મદદથી ધ્યાન રાખવાનું કામ સહેલાઇથી કરી શકે છે. ડ્રોનનો ઉપયોગ ભારતમાં પણ ખૂબ છે. ઇઝરાયેલથી ભારતે 200થી વધારે ડ્રોન લીધી છે.

 

ભારતમાં સામાન્ય નાગરિતોના ઉપયોગ માટે ડ્રોન પર રોક છે. ડ્રોનનો ઉપયોગ સૌથી પહેલા યુદ્ધમાં કરવામાં આવ્યો. 1849માં ઓસ્ટ્રિયાએ માનવ રહિત એખ બોમ્બ ફેંકવાનું ઉપકરણ બનાવ્યું જે ઉડતું હતુ અને માનવરહિત હતું. 

જે ફુગ્ગા જેવું નજરે પડતું હતું. માનવામાં આવે છે કે અહીંથી જ ડ્રોન બનાવવાની પ્રેરણા મળી. તે બાદ 1915માં મહાન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લાએ એક લડાકૂ વિમાન બનાવ્યું જે માનવ રહિત હતું. આધુનિક ડ્રોનનો આધાર માનવામાં આવે છે બીજા વિશ્વ યુદ્ધમા અમેરિકાએ મોટા સ્તર પર ડ્રોનનો ઉપયોગ કર્યો. મૈરીલિન મોનરોએ નામના વ્યક્તિએ તેને બનાવવામાં મહત્વનું યોગદાન હતું.

 

તે બાદ ડ્રોનનું અલગ-અલગ ક્ષેત્રોમાં ઉપયોગ શરૂ થઇ ગયો. 1987માં ડ્રોનનો પ્રયોગ કૃષિ કાર્યો માટે પણ થઇ રહ્યો છે સેનાની સાથે પોલીસ, વન વિભાગસ મીડિયા, સમુદ્ર વિજ્ઞાન અને ફિલ્મ નિર્માણ સહિતમાં પણ ડ્રોનનો ઉપયોગ થવા લાગ્યો. ભવિષ્યમાં ડ્રોનનું ચલન વ્યાપક થવાનું થે, આ દિશામાં હાલ નવા-નવા પ્રયોગ ચાલું છે.

Picture of Aakash Kavaiya
Aakash Kavaiya

નામ આકાશ કવૈયા (Aakash Kavaiya) છે. વ્યવસાય માં Engineer છુ. ગુજરાતી બ્લોગ ઘણા વર્ષોથી ચલાવી રહ્યો છુ. એક શોખ તરીકે બ્લોગ ચાલુ કરેલો આજે એ શોખ ખાતર ચાલુ જ છે.