પૉપ્યુલર મેસેજિંગ એપ WhatsAppમાં નવો વાયરસ સામે આવ્યો છે. તેનું નામ WhatsApp Gold છે. અસલમાં WhatsApp Gold એક બોગસ મેસેજ છે. આ મેસેજમાં યૂઝરને ખાસ ફીચર્સની સાથે WhatsAppનું સ્પેશિયલ વર્ઝન આપીને લોભાવવામાં આવે છે.
મેસેજમાં WhatsApp Goldને વોટ્સએપનું અપગ્રેડ વર્ઝન બતાવવામાં આવે છે. મેસેજમાં યૂઝર્સને જણાવવામાં આવે છે કે WhatsApp Goldમાં તમે એકવારમાં 100 પિક્ચર મોકલી સકશો અને તમને નવી ઇમોજી મળશે. મોકલવામાં આવેલા મેસેજને તમે ક્યારેય પણ ડિલીટ કરી શકશો અને વીડિયો ચેટ હોલ્ડ કરી શકશો.
ખાનગી જાણકારી ચોરી લે છે
WhatsApp Gold વાયરલ મેસેજમાં WhatsApp Gold ડાઉનલોડ કરવા માટે એક લિંક આપવા આવે છે, પરંતુ જેવું યૂઝર્સ આપવામાં આવેલી લિંક પર ક્લિક કરે છે તો ત વેબસાઇટ પર પહોંચી જાય છે, જે મેલવેયરથી કરપ્ટ હોય છે. એટલે કે, આ વેબસાઇટમાં ઘણા બધા વાયરલ હોય છે. મેલવેયર સોફ્ટવેયર ફોનમાં કબ્જો કરીને પોતાના મેસેજ અને બીજો પ્રાઇવેટ ડેટા ચોરી કરી લે છે. તમારા બેકિંગ ડિટેલ્સ પણ તેમના નિશાને હોય છે. WhatsApp Gold વાયરલથી જોડાયેલા મેસેજ તેના પહેલા 2016માં ફેલાયા હતા.
ઘણા યૂઝર્સે આ વાતની ફરિયાદ કરી છે કે તેમને WhatsApp Gold સાથે જોડાયેલા મેસેજ મળ્યા છે. તેની શરૂઆત martinelli નામના એક વીડિયોની ચેતવણી મળ્યા બાદ શરૂ થાય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કાલે તમારા મોબાઇલમાં આ વીડિયો આવશે અને તમારા ફોનને હેક કરી લેશે. મેસેજમાં કહેવામાં આવ્યું છે, જો તમે WhatsApp ઉપયોગ કરનાર કોઇ વ્યક્તિને જાણો છો તો તેને આ મેસેજ મોકલી શકો છો. અસલમાં martinelli વીડિયોનો કોઇ હેતું જ નથી. પરંતુ આ WhatsApp Gold વાયરલ મોકલવાની પ્રક્રિયાનો ભાગ છે.
આ વાયરલથી આવી રીતે બચો
WhatsApp Gold વાયરસ મેસેજથી બચવાનો યોગ્ય રસ્તો છે કે જો તમારી પાસે સારા ફીચર્સવાળો WhatsAppને અપગ્રેડ કરવાનો મેસેજ આવે તો તેના પર ક્લિક ના કરો. સાથે, આવા મેસેજને ફોરવર્ડ ના કરો. લોકોને ફસાવનાર આવા મેસેજ ફોરવર્ડ કરવાથી ફેલાય છે.