સાઇબર ક્રાઇમ લોકોને કેવી રીતે ઉલ્લું બનાવી છેતરવા તેના નવા-નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. આ બધામાંથી એક સિમ સ્વેપ (SIM Swap) તેમનું નવું હથિયાર છે. સિમ સ્વેપમાં છેતરી તમારા મોબાઇલ સિમનું ડુપ્લિકેટ સિમ પ્રાપ્ત કરી સીધા બેન્ક ખાતામાંથી ઉઠાંતરી કરે છે અને તમને ખબર પણ પડતી નથી. ડુપ્લીકેટ સિમ ઠગનારના હાથ લાગતા જ તમારું સિમ કામ કરતું બંધ થઇ જાય છે. આ સાઇબર ગુનેગારો પાસે તમારી બેન્ક ડિટેલ્સ પહેલેથી જ હોય છે, તેમને માત્ર તમારા ફોન પર આવનાર OTPની જ જરૂર પડે છે. સિમ સ્વેપ કરતાં જ તેમને OTP પણ મળી જાય છે. થોડીક સાવધાની રાખશો તો આવી છેતરપિંડીથી તમે બચી શકો છો.
દરેક સિમ કાર્ડમાં 20 અંકનો સિમ નંબર હોય છે. આ નંબર સિમ કાર્ડની પાછળ આપવામાં આવેલ હોય છે. ફ્રોડના કેસમાં ઠગનારાઓ તમારી પાસેથી આ જ 20 અંકનો યુનિક નંબર જાણવાની કોશિષ કરે છે.
20 અંકવાળા સિમના યુનિક નંબરના આધાર પર જ સાઇબર ગુનેગાર તમારા સિમનું ડુપ્લીકેટ સિમ પ્રાપ્ત કરી લે છે. આથી કયારેય 20 અંકનો યુનિક સિમ નંબર કોઇને ના જણાવો.
તમારો 20 અંકવાળો યુનિક SIM નંબર પ્રાપ્ત કરવા માટે સાઇબર ગુનેગાર કેટલાંય પ્રકારની લોભામણી ઓફર આપે છે. નકલી કોલ સેન્ટરનો સહારો લઇ ફ્રીમાં ડેટા કોલની ઓફર આપે છે અને આ બ્હાને સિમનો યુનિક નંબર જાણવાની કોશિષ કરે છે.
કોઇપણ ઓફરના ચક્કરમાં ફસાયા વગર જ્યારે તમે 20 અંકવાળો યુનિક SIM નંબર આપવા માટે રાજી થાઓ છો તો હેકર્સ તમને કોલ કરીને 1 કે બીજો કોઇ નંબર દબાવા માટે કહે છે. કારણ કે જેવો તમે આ નંબર દબાવશો તો તમારું સિમ સ્વેપ થઇ જશે. આથી આવા કોઇપણ પ્રકારના કોલથી તમે સાવધાન રહો.
થોડાંક દિવસ પહેલાં આવો એક કિસ્સો મુંબઇના એક બિઝનેસમેનના સિમ સ્વેપ કરીને ગુનેગારે 1.89 કરોડ ચાઉં કરી લીધા. બિઝનેસમેન પર રાત્રે 11 વાગ્યાથી 2ની વચ્ચે 6 મિસ્ડ કૉલ આવ્યા હતા. તેમાંથી એક કૉલ બ્રિટનથી હતો. એવામાં શ્રેષ્ઠ એ રહેશે કે તમે અજાણ્યા કે બહારથી આવતા નંબરોથી એલર્ટ રહો.