શું તમારા WhatsApp મેસેજ બીજુ કોઇ તો વાંચતું નથીને ? આ રીતે કરો ચેક

WhatsApp એક એવી ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ છે જેનાથી દુનિયાભરમાં 1.5 અરબથી વધારે એક્ટિવ યૂઝર્સ છે. લોકો વોટ્સએપ પર ભરોસો કરે છે. શું વોટ્સએપ હેક થઇ શકે છે? આ સવાલ લગભગ દરેકના મનમાં ઉદ્દભવે છે. તેને લઇને કંપનીએ સતર્કતા દાખવી છે અને એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન આપીને તેની ચેટને પણ સિક્યોર કરી છે.

ઘણા લોકોને એવું પણ લાગે છે કે વોટ્સએપ હેક ના થઇ શકે, પરંતુ એવું નથી. વોટ્સએપ હેક થઇ શકે છે, પરંતુ આ થોડું ટ્રિકી છે. ઘણી વખત તમારા વોટ્સએપના મેસેજિસ કોઇ બીજું વાંચી રહ્યું હોય છે, પરંતુ તમને આ વાતની ખબર હોતી નથી.

આજકાલ તમામના ફોનમાં વોટ્સએપ હોય છે અને તમે તેનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. એટલા માટે તમારે સુરક્ષિત રહેવાની જરૂર છે. તમારે તેના માટે શું કરવાનું છે અને શું નથી કરવાનું તે અમે જણાવીએ છીએ.

તમને ખબર હશે કે એક નંબરથી માત્ર એક જ સ્માર્ટફોનમાં વોટ્સએપ ચલાવી શકાય છે. તમે કોઇ પણ પરિસ્થિતિમાં બે ફોનમાં એક વોટ્સએપ ના ચલાવી શકો. જો કે, તમે એક સાથે કોમ્પ્યૂટર અને મોબાઇલમાં એક જ વોટ્સએપ ચલાવી શકો છો. વોટ્સએપ વેબ મારફતે તમે QR કોડ સ્કેન કરીને વેબ અને મોબાઇલ પર વોટ્સએપ ચલાવી શકો છો. આ રીતે તમારું વોટ્સએપ હેક પણ થાય છે.

વોટ્સએપ હેકિંગ ઘણી વખત માત્ર થોડીક સેકેન્ડમાં થઇ શકે છે. તમે કોઇને થોડા સમય માટે તમારો ફોન આપ્યો અને તેને તમારા વોટ્સએપના એક ટૂલ મારફતે સ્કેન કરીને તમામ ચેટ્સ અને રિયલ ટાઇમ મેસેજ હેક કરી શકે છે. તેના માટે માત્ર વોટ્સએપ વેબ ઓપ્શન છે.

બીજી રીત એ છે કે, તમારો મોબાઇલ નંબર વોટ્સએપમાં રજિસ્ટ્રર કરીને તેને એક્ટિવેટ કર્યા બાદ તમારી પુરી ચેટ હિસ્ટ્રી રિકવર કરી શકાય છે. તેના માટે ઘણી ટ્રિક્સ છે, જેવી રીતે વોટ્સએપના મોકલેલા કોડને કસ્ટમર કેયર તરફથી ફ્રોડ કોલ કરીને કોડ માંગી શકાય છે જે ઘણા કેસોમાં જોવા પણ મળ્યું છે. તેના માટે હેકર્સ વોઇસ મેસેજનો પણ સહારો લે છે.

આ ચેક કરવા માટે તમારે તમારા વોટ્સએપના સેટિંગ્સમાં જાવ. અહીં વોટ્સએપ વેબ જોવા મળશે, તેને ઓપન કરી શકો છો. જો બીજે ક્યાંક વોટ્સએપ ઓપન હશે તો તેની જાણકારી અહીં જોવા મળશે. અહીંથી તમે Sessions એન્ડ કરી શકો છો. અહીં તમને This phone could not be verified લખેલું છે તો તમે અહીં કન્ફર્મ કરી શકો છો. અહીં તમને જોવા મળ્યું કે કોઇ બીજે સેશન ચાલું છે તો તેને તત્કાલ એન્ડ કરો.

વોટ્સએપના મતે, વોટ્સએપ ડેટા ડિલીટ થવામાં 90 દિવસ લાગે છે. જો કે તે દરમિયાન તમે તેને એક્સેસ કરી શકતા નથી.

સેશન એન્ડ કર્યા બાદ તમે સેટિંગ્સમાં જઇને વોટ્સએપ ડિલીટ કરી શકો છો. 30 દિવસ સુધી ડીએક્ટિવેટ રહ્યા બાદ તમારું એકાઉન્ટ ડિલીટ થઇ જશે, ફરીથી રજિસ્ટ્રર કરવા માટે ફરીથી સ્ટાર્ટ પ્રોસેસ ફોલો કરવી પડશે.

કોઇ બીજું તમારા નંબરથી તમારા વોટ્સએપનો ઉપયોગ ન કરો તેના માટે કરો આ ફેરફાર

  • વોટ્સએપમાં પ્રાઇવેસી સેટિંગ્સ છે જેના માટે તમારે પાસકોટ સેટ કરવાનું રહે છે. તેને ટૂ સ્ટેપ ઓર્થોન્ટિકેશન પણ કહેવામાં આવે છે. તેને એક્ટિવેટ કરવા માટે સેટિંગ્સમાં જઇને એકાઉન્ટ પર ટેપ કરો. અહીં Enable 2 Step-verificationનું ઓપ્શન મળશે. તેને એક્ટિવેટ કરી દો. અહીં તમને પાસકોટ સેટ કરવાનું પુછશે, ત્યારબાદ ઇ-મેલ આઈડી એન્ટર કરવાનું છે.
  • હવે જો કોઇ બીજા નંબરથી વોટ્સએપ એકાઉન્ટ બનાવશે અને તેને કોઇ પણ રીતે તમારો વેરિફિકેશન કોડ પણ લઇ લીધો તો કોઇ પ્રાઇવેસી પાસવર્ડ વગર વોટ્સએપ ઓપન કરી શકશે નહીં.

Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger