પાસવર્ડના મામલામાં લોકો હાલ પણ એટલા સચેત નથી જેટલા હોવું જોઇએ. તેનું ઉદાહરણ દર વર્ષે જારી કરવામાં આવેલી સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં મળે છે. 2018 ખતમ થવાની છે. અને આ વર્ષે ઇન્ટરનેટની દુનિયામાં ઘણી મોટી ખબર રહી. તે પછી ફેસબુકનું સૌથી મોટી ડેટા બ્રીચ હોય કે ગૂગલ પ્લસ શટ ડાઉન કરવાની ખબર હોય.
દરેક મામલામાં એક વસ્તુ કોમન હતી અને તેથી યુજર્સની સિક્યોરિટી સાથે છેડછાડ થઇ. કેટલાક હેકિંગ સહેલા પાસવર્ડના કારણે પણ થઇ છે. ડેટા સિક્યોરિટીના આટલા જ્ઞાન પછી પણ લોકો અત્યાર સુધી 123456 પાસવર્ડ રાખે છે અને આ 2018 સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં નંબર-1 પર છે. આ પાસવર્ડ દુનિયાભરમાં લોકોની વચ્ચે આ વર્ષે સૌથી વધારે પોપ્યુલર પણ રહ્યું છે.
પાસવર્ડ મેનેડમેન્ટ કંપની સ્પલેશ આઇડીએ વાર્ષિક 100 ખરાબ પાસવર્ડની યાદી જારી કરી છે. જેમા 123456 ટોપ પર છે. બીજા નંબર પર password છે જેને લોકો સમજે છે કે સિક્યોર છે પરંતુ એવું બિલકુલ પણ નથી. ખરાબ પાસવર્ડની યાદીમાં ત્રીજા નંબર પર 123456789 છે અને આ ગત વર્ષના મુકાબલા ઉપર આવી ગયો છે.
આ દરેક સિવાય કેટલાક કૉમન પાસવર્ડ પણ આ યાદીમાં છે જેમા qwerty અને admin સામેલ છે. આ વર્ષે આ લિસ્ટમાં કેટલાક નવા પાસવર્ડ્સની પણ એન્ટ્રી છે. તેમા princess, sunshine, !@#$%^&* અને Donald પણ સામેલ છે.
આ છે 25 પાસવર્ડની યાદી, જે આ વર્ષના સૌથી કમજોર પાસવર્ડ છે. જો તમે પણ આવા પાસવર્ડ યુઝ કરો છો તો સાવધાન થઇ જાવ. તમારો પાસવર્ડ કોઇપણ લઇને તમારું અકાઉન્ટ હેક કરી શકે છે. અમારી સલાહ છે કે તમે પાસવર્ડ ચેન્જ કરી લો અને આ વખતે મજબૂત પાસવર્ડ રાખો. સહેલી રીત છે કે પાસવર્ડમાં દરેક પ્રકારનું કોમ્બિનેશન રાખવું. અપરકેસ, લોવરકેસ, નંબર અને સ્પેશ્યિલ કેરેક્ટર્સ મિક્સ કરીને પાસવર્ડ બનાવો. પાસવર્ડ એવો બનાવો જે અન્ય કોઇ ગેસ ન કરી શકે અને પાસવર્ડને ક્યાંય લખીને ન રાખો.
Weak Passwords List
- 123456
- 123456789
- qwerty
- 12345678
- 111111
- 1234567890
- 1234567
- password
- 123123
- 987654321
- qwertyuiop
- mynoob
- 123321
- 666666
- 18atcskd2w
- 7777777
- 1q2w3e4r
- 654321
- 555555
- 3rjs1la7qe
- 1q2w3e4r5t
- 123qwe
- zxcvbnm
- 1q2w3e
આ પણ વાંચો