ભારતમાં એક જ નંબરથી દર કલાકે 27 હજાર સ્પામ કૉલ થાય છે

spam-call

વિશ્વના 20 દેશોના લિસ્ટમાં ભારત ચોથા ક્રમે

વિશ્વભરમાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત ચોથા ક્રમે છે. જોકે, 2020 પહેલાં સ્પામ કૉલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત 9મા સ્થાને હતું. ઉલ્લેખનીય છે કે, 20 દેશોમાં ભારતનું સ્થાન 9મા ક્રમેથી 4થા ક્રમે આવવા પાછળનું મુખ્ય કારણ સેલ્સ અને ટેલિમાર્કેટિંગ કૉલ હોવાનંુ સામે આવ્યું છે. વિશ્વના 20 દેશોના સ્પામ કૉલ અહેવાલ અનુસાર ભારતમાં એક જ સ્પામર દ્વારા વર્ષ દરમિયાન સરેરાશ 20.2 કરોડ સ્પામ કૉલ કરવામાં આવે છે. એટલું જ નહીં એક જ નંબર પરથી દર કલાકે 27,000 સ્પામ કૉલ કરવામાં આવે છે.

12 મહિનામાં 30 કરોડ નંબર બ્લોક કરવામાં આવ્યા

દુનિયાભરમાં ટેક્નોલોજીનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે ત્યારે તેની સાથે સાથે સ્પામ કૉલનો ખતરો પણ તે જ ઝડપથી વધી રહ્યો છે. સ્પામ કૉલને ઓળખતી તેમજ તેને બ્લોક કરતી એક એપ્લિકેશનના અહેવાલ અનુસાર જુલાઇ 2020થી જૂન 2021 દરમિયાન માત્ર અમેરિકામાં જ 5.94 કરોડ લોકો સ્પામ કૉલનો શિકાર બન્યા છે. 

જેમાં પ્રતિ વ્યક્તિ 502 ડૉલર એટલે કે રૂ. 38000નું નુકસાન ગયું છે. એપ્લિકેશને દાવો કર્યો છે કે, આ વર્ષે તેમના તરફથી 3.78 કરોડ સ્પામ કૉલની ઓળખ કરવામાં આવી છે. જેના પગલે 30 કરોડ નંબર બ્લોક કરવામાં આવ્યા છે. જોકે, તે પહેલાં જ 18.45 હજાર કરોડ અજાણ્યા કૉલની ઓળખ કરવામાં આવી છે. 

એટલું જ નહીં 58.60 હજાર કરોડ સ્પામ મેસેજની પણ ઓળખ કરવામાં આવી છે. એપ્લિકેશનના યૂઝર્સને 9.97 હજાર કરોડ સ્પામ કૉલ અને 780 કરોડ સ્પામ મેસેજ મળ્યા છે.

થોડું આંકડામાં જાણો

  • સૌથી વધારે સ્પામ કૉલ બ્રાઝિલમાં થયા છે. જેના પછી પેરુ અને ત્રીજા નંબરે યૂક્રેન છે. જ્યારે ભારત આ લીસ્ટમાં ચોથા ક્રમે છે. જ્યારે પાંચમા સ્થાન પર કાબિજ છે.
  • ભારતમાં અંદાજિત એક સ્પામર સરેરાશ 20.2 કરોડ સ્પામ કૉલ કરે છે.
  • ટ્રુકોલર એપ્લિકેશન દ્વારા 18.45 હજાર કરોડ કૉલ્સ અને 58.60 હજાર કરોડ મેસેજની ઓળખ કરવામાં આવી છે.
  • ટ્રુકોલર દ્વારા 3.78 કરોડ સ્પામ કૉલને ઓળખીને બ્લોક કરવામાં આવ્યા છે.
  • ટ્રુકોલર દ્વારા 18.20 હજાર કરોડ સ્પામ મેસેજની ઓળખ કરવામાં આવી છે.
  • આ વર્ષે વિશ્વમાં 30 કરોડ યૂઝર્સ દ્વારા 37.80 હજાર કરોડ સ્પામ કૉલની ઓળખ કરાઇ છે.

સ્પામ કૉલથી બચવાનો રસ્તો

સ્પામ કૉલ અને સ્પામ મેસેજ થકી થતાં સ્કેમથી બચવા માટે તેને ઓળખી શકતી એપ્લિકેશનનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. એટલું જ નહીં તે ઉપરાંત ભારતીય ટ્રાઇ દ્વારા આપવામાં આવતી સુધી ડૂ નોટ ડિસ્ટર્બને પણ એક્ટિવ રાખવી જોઇએ. જેને એક્ટિવ કરવા માટે યૂઝર્સે મેસેજ એપ્લિકેશનમાં જઇ START 0 ટાઇપ કરી 1909 પર મોકલવાનો રહેશે. જો તેમ ન કરી શકાય તો યૂઝર્સ 1909 પર ફોન કરીને પણ સ્પામ કૉલ અને મેસેજને અટકાવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top