તમારો સ્માર્ટફોન થાય છે હેંગ? આ ટિપ્સને અનુસરો

How to avoid Phone hang
  • જો સ્માર્ટફોન ચાલે છે ધીમો, તો ટિપ્સને અનુસરો
  • કૂકીઝ અને કેશના કારણે ફોન ધીમો પડે છે
  • કેશ અને કૂકીઝ ડિલીટ કરી ફોન ઝડપી બનાવો

આજના સમયમાં આપણા બધાના તમામ કામ લગભગ સ્માર્ટફોનમાં થાય છે. આજે ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેના હાથમાં સ્માર્ટફોન ન હોય. સ્માર્ટફોન ઉપયોગ કરતી વખતે, આપને તેના પર ઘણુંબધું ડાઉનલોડ કરીએ છીએ. તેનો લોડ વધારીએ છીએ અને પછી જ્યારે તે અટકવાનું શરૂ કરે છે.
અનુક્રમણિકા

ત્યારે આપણને ઘણી ફરિયાદો થવા લાગે છે. જો તમારો સ્માર્ટફોન પણ વારંવાર હેંગ થાય છે, તો આજે અમે તમને કેટલીક ખુબ જ સરળ ટિપ્સ જણાવીએ છીએ જેના દ્વારા તમે સ્માર્ટફોનની ઝડપ ખૂબ જ વધારી શકો છો.

સ્માર્ટફોનના હેંગ થવા પાછળનું કારણ

જો તમે વિચારી રહ્યા છો કે, સમય જતા તમારો સ્માર્ટફોન કેમ હેંગ થવા લાગે છે અથવા તેની ઝડપ કેમ ઓછી થવા લાગે છે? તો ચાલો તમને જણાવીએ કે તેની પાછળના કારણો શું હોઈ શકે છે. 

આપણે સ્માર્ટફોનનો ઉપયોગ ઘણી વસ્તુઓ માટે કરીએ છીએ, જેમાંથી એક સર્ચ એન્જિનનો ઉપયોગ કરવાનો છે. આપણે દરેક નાના-મોટા પ્રશ્નોના જવાબ શોધવા માટે વેબ બ્રાઉઝરનો, ગુગલ ક્રોમ અને મોઝિલા ફાયરબોક્સ જેવા સર્ચ પ્લેટફોર્મ પર કરીએ છીએ.

આ પ્લેટફોર્મ યુઝર્સ માટે શોધને સરળ બનાવવા માટે ડેટાને વધુ સાચવે છે, જે ફોનમાં કૂકીઝ અને કેશની જેમ સંગ્રહ કરે છે તેના કારણે ફોન ધીમો પડી જાય છે.

ગુગલ ક્રોમમાંથી કૂકીઝ અને કેશે કેવી રીતે ડિલીટ કરવી?

  • જો તમે ગુગલ ક્રોમનો ઉપયોગ કરો છો, તો ત્યાંથી આ કેશ અને કૂકીઝ્ને ડિલીટ કરવા માટે, પહેલા ગુગલ ક્રોમ ખોલો.
  • ગુગલ ક્રોમની ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ દેખાશે, તેના પર ક્લિક કરો અને પછી ‘હિસ્ટ્રી’ ના વિકલ્પો પર જાઓ.
  • જેમ જેમ હિસ્ટ્રી ખોલશો તરત જ તમને સૌથી ઉપર ‘ક્લીયર બ્રાઉઝિંગ ડેટા’ વિકલ્પ દેખાશે, તેને પસંદ કરો અને પછી ‘કૂકીઝ અને સાઈટ ડેટા’ અને કેશ્ડ ઈમેજીસ એન્ડ ફાઈલ્સ’ પસંદ કરો અને પછી નીચે ‘ક્લીયર ડેટા’ પર ક્લિક કરો.
  • જો તમે ઈચ્છો, તો પસંદ કરી કેટલા સમય સુધી કેશ અને કૂકીઝ ડિલીટ કરવા માંગો છો.

મોઝિલા ફાયરફોકસમાંથી કેશ અને કૂકીઝ કેવી રીતે ડિલીટ કરવી?

  • જો તમે મોઝિલા ફાયરફોક્સનો ઉપયોગ કરો છો, તો અહીંથી કેશ અને કૂકીઝને દૂર કરવા માટે, સૌપ્રથમ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં મોઝિલા ફાયરફોકસ એપ ખોલો.
  • ત્યારબાદ એડ્રેસ બારની બાજુમાં ‘More’ બટન પર ક્લિક કરો,
  • સેટિંગ્સમાં જાઓ અને ‘ડિલીટ બ્રાઉઝિંગ ડેટા’, ‘કૂકીઝ અને સાઈટ ડેટા’ અને ‘કેશ્ડ ઈમેજ અને ફાઈલ’ સિલેક્ટ કરો અને તેને ડિલીટ કરવા માટે આદેશ આપો.
  • આ રીતે, વધુ કર્યા વિના, તમે તમારા સ્માર્ટફોનની ઝડપ વધારી શકો છો અને હેંગ થવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top