યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) શ્રાપ કે આશીર્વાદ

unified-payment-interface

ભારતમાં જ્યારથી કેશલેસ ટ્રાન્સેકશન અને ડિજિટલ પેમેન્ટમાં વધારો થયો છે ત્યારથી સાઈબર ક્રિમીનલ સમાજના તમામ વર્ગના લોકોને છેતરવાના નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે. જ્યાં સુધી સામાન્ય યૂઝર્સ આ તરકીબો સમજે ત્યાં સુધી સાઈબર ક્રિમીનલ બહુ મોટું નુકશાન પહોંચાડી ચુક્યા હોય છે.

જેટલા ડિજિટલ પેમેન્ટના રસ્તા છે એના કરતાં વધુ રસ્તા સાઈબર ક્રિમીનલ યૂઝર્સને ડિજિટલી છેતરવા માટે ઉપયોગમાં લેતા હોય છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI ) દ્વારા રજુ કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર માર્ચ ૨૦૧૯ મા UPI દ્વારા થયેલ લેણદેણની કૂલ સંખ્યા ૭૯.૭૫ કરોડ અને ટ્રાન્ઝેકશન થયેલ રકમ રૂ. ૧.૩૩ લાખ કરોડ હતી. જ્યારે માર્ચ ૨૦૧૮ મા UPI દ્વારા થયેલ લેણદેણની કૂલ સંખ્યા ૧૭.૮૦ કરોડ અને ટ્રાન્ઝેકશન થયેલ રકમ રૂ. ૨૪,૧૭૨ કરોડ હતી. આમ UPI ટ્રાન્સેકશનમાં માર્ચ ૨૦૧૮ થી ૨૦૧૯માં ૬ ઘણો વધારો જોવા મળ્યો છે.

UPIથી થતા ફ્રોડથી બચવાના ઉપાયો 

  • કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી મોબાઈલ પર આવેલ લિંક પર ક્લિક કરવું નહિ
  • તમારા એકાઉન્ટમાં ભૂલથી કોઈ રૂપિયા જમાં કરાવે તો બેન્કને જાણ કરવી
  • UPI એકાઉન્ટ ધરાવતા હો તો ક્રેડિટ લિમિટ સેટ કરી રાખવી
  • UPI સોફ્ટવેરને સતત અપડેટ કરવું
  • VPA અને MPin કોઈને પણ આપવા નહિ- લિંકના માધ્યમથી થતા વ્યવાહરો ક્યારેય અનુસરવા નહિ
  • UPI ટ્રાન્સેકશનમાં પૈસા આપતી વખતે MPin માગવમાં આવે છે સ્વીકારતી વખતે નહીં.
  • મોબાઇલમાં teamviewer અને anydesk જેવી એપ્લિકેશન ન રાખવી
  • કોઈ પણ બેંકની UPI એપ્લિકેશન playstore કે appstore પરથી ડાઉનલોડ કરવી
  • કોઈ એપ્લિકેશન ઇન્સટોલ કરતી વેળાએ contain ads લખેલું આવે તો ઇન્સટોલ ન કરવી
  • UPI માટેના નકલી હેલ્પલાઇન નંબરથી સાવધ રહેવું

UPI દ્વારા હેકર્સ કેવી રીતે પૈસા ની ઉચાપત કરે છે? 

  • આજે ઘણી બધી ઈ – કોમર્સ વેબસાઈટ કાર્યરત છે. જેના નામે ગ્રાહકોને લિંક મોકલી છેતરવામાં આવે છે.
  • હેકર્સ ગ્રુપ લોકોને છેતરવા માટે સૌથી પેહલા લોકોના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવે છે અને ત્યારબાદ ભૂલથી જમા થયા છે એવું જણાવી પૈસા પાછા મેળવવા માટે એક લિંક છેતરે છે.
  • તમને લોટરી લાગી છે અને અમે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માગીએ છીએ તો આવેલ લિંક પર ક્લિક કરીને એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાના નામે છેતરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top