પરિવહન મંત્રાલય રોડ સેફટી નેવિગેશન એપ

safety-navigation-app

રસ્તા પરના ખાડાની માહિતી એપ થકી મળશે

ભારતીય માર્ગ અને પરિવહન મંત્રાલય દેશભરમાં સતત એક્સપ્રેસ-વૅ તેમજ હાઇ-વૅ બનાવાઇ રહ્યા છે. જેમાંથી કેટલાક નેશનલ હાઇ-વૅ તેમજ એક્સપ્રેસ- વૅ ખુલ્લા પણ મૂકી દેવામાં આવ્યા છે તો કેટલાકનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. 

એવામાં હવે નેશનલ હાઇ-વૅ તેમજ એક્સપ્રેસ-વૅ પર વાહન ચલાવનારાની સુરક્ષાને ધ્યાને રાખી ભારતીય પરિવહન મંત્રાલય દ્વારા નવી રોડ સેફટી નેવિગેશન એપ્લિકેશન લૉન્ચ કરવાની તૈયારી કરાઇ રહી છે. ફ્રી ટૂ યૂઝ નેવિગેશન એપ્લિકેશનને મૂવ (MOVE) નામ આપવામાં આવ્યું છે. 

આ એપ્લિકેશનના ઉપયોગ થકી વાહનચાલકને અકસ્માતના ખતરાની એલર્ટ મળશે. એટલું જ નહીં અન્ય એપ્લિકેશનમાં તે ઉપરાંત પણ અનેક ફીચર્સ રાખવામાં આવ્યાં છે. દેશમાં ડ્રાઇવર અને રોડ સેફટી ટેક્નોલોજી વિકસાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇ-વૅ મિનિસ્ટ્રી દ્વારા આ એપ્લિકેશનને આઇઆઇટી મદ્રાસ અને ડિજિટલ ટેક્ કંપની મેપ માય ઇન્ડિયા (MapmyIndai)ને સાથે રાખી સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે.

IIT મદ્રાસ અને મેપ માય ઇન્ડિયા દ્વારા ડેટા એનાલિસીસ કરાશે

મેપ માય ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવેલી નેવિગેશન સર્વિસ એપ્લિકેશન મૂવ 2020માં સરકારની આત્મનિર્ભર એપ ઇનોવેશન ચેલેન્જની વિજેતા છે. આ સર્વિસનો ઉપયોગ નાગરિકો અને સરકાર દ્વારા અકસ્માત, અસુરક્ષિત વિસ્તાર, રસ્તા અને ટ્રાફિકના મુદ્દા બાબતે વાહનચાલકોને સતત અપડેટ કરવા માટે કરવામાં આવનાર છે. 

એપ્લિકેશન માટે ડેટા એનાલિસીસ આઇઆઇટી મદ્રાસ અને મેપ માય ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. જેના આધારે તૈયાર થયેલા રિપોર્ટ એપ્લિકેશન થકી સતત યૂઝર્સ સુધી પહોંચાડવામાં આવશે. એટલું જ નહીં ભવિષ્યમાં રસ્તાની સ્થિતિને સુધારવા માટે પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

IIT મદ્રાસના ડેટા સંચાલિત રોડ સેફટી મોડલને અપનાવાયું

છેલ્લા કેટલાક સમયમાં માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા વર્લ્ડ બેંકના ફંડિંગનો ઉપયોગ કરીને આઇઆઇટી મદ્રાસના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટા સંચાલિત રોડ સેફટી મોડલને અપનાવવામાં આવ્યું છે. રસ્તાને સુરક્ષિત બનાવવા તેમજ ઇમરજન્સી પ્રતિક્રિયામાં સુધારો કરવા મદદરૂપ થશે. 

જે માટે દેશભરમાં 32થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇન્સ્ટિયૂટ દ્વારા ડેવલપ કરવામાં આવેલા માર્ગ અકસ્માતના ડેટાબેઝ (iRAD)નો ઉપયોગ કરવામાં આવશે. આઇઆઇટીની ટીમ દ્વારા 2030 સુધીના રોડ અકસ્માતમાં થનારાં મોતની સંખ્યા 50 ટકા ઘટાડવા તેમજ રોડ ટ્રાફિક એક્સિડેન્ટથી મોતનો ટાર્ગેટ શૂન્ય કરવા વિવિધ રાજ્ય સરકારો સાથે એગ્રીમેન્ટ કરાયા છે. જે માટે એક ખાસ રોડમેપ ડેવલપ કરવામાં આવશે.

એપ્લિકેશન આપશે બ્રેકર, વળાંક અને ખાડાની માહિતી

નેવિગેશન એપ મૂવ દ્વારા વાહનચાલકોને રસ્તામાં આવી રહેલા અકસ્માત ઝોન, સ્પીડ બ્રેકર, શાર્પ વળાંક અને ખાડા જેવા અનેક ખતરાની માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં આ માહિતી વોઇસ તેમજ વિઝયુઅલ એલર્ટ થકી આપવામાં આવશે. આ એપ્લિકેશન થકી માર્ગ અને પરિવહન મંત્રાલયનો હેતુ દેશભરમાં હાઇ-વૅ તેમજ એક્સપ્રેસ વૅ પર થઇ રહેલા અકસ્માતો અને તેમાં થઇ રહેલાં મોતની સંખ્યામાં ઘટાડો કરવાનો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top