અહી Chanakya Niti Book ની PDF Book gujarati માં આપેલી છે. સંપૂર્ણ ચાણક્ય નીતિ અથવા ચાણક્યની રાજનીતિ એ આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલ પ્રાચીન ભારતીય પુસ્તક છે, જે સફળતા,નેતૃત્વ અને માનવ સ્વભાવ વિશે માર્ગદર્શન આપે છે.
ચાણક્ય નીતિ પુસ્તક એ પ્રાચીન ભારતીય ગ્રંથ છે જેમાં 2,000 વર્ષ પહેલાં ભારતના પ્રસિદ્ધ વિદ્વાન, રાજકારણી અને વ્યૂહરચનાકાર ચાણક્યના ઉપદેશોનો સમાવેશ થાય છે.
ચાણક્ય એ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખાય છે, ચાણક્યએ મૌર્ય સામ્રાજ્યના સ્થાપક સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી.
| બુક | ચાણક્ય નીતિ |
| લેખક | ચાણક્ય |
| શૈલી | દર્શન (ફિલોસોફી) |
| પ્રકાશન વર્ષ | 300 વર્ષ પૂર્વે |
| EISBN: | 978-93-5122-146-3 |
| મુખ્ય વિષયો | નીતિશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર, વ્યક્તિગત વિકાસ |
| Rating | 3.95/5 Goodreads |
| બૂક વિષે ટુકમાં માહિતી | આ પુસ્તક માં આચાર્ય ચાણક્યના ચતુરાઈ ભર્યા નિર્ણય અને દરેક મુશ્કેલીમાંસચોટ નિર્ણય લેવા માટે માર્ગદર્શન પૂરું પડે છે. |
| PDF Pages | 157 |
| PDF Size | 3.4 MB |
ચાણક્ય નીતિ બુક – સારાંશ
પુસ્તક પરિચય અને ચાણક્યનું મહત્ત્વ:
- આ પુસ્તક ભારતીય ઇતિહાસના યુગપુરુષ, મહાપંડિત અને કુશળ રાજનીતિજ્ઞ ચાણક્યની નીતિઓનું સંકલન છે.
- ચાણક્યનું જ્ઞાન સમાજ, ધર્મ, રાજનીતિ, અને કર્મ વિશેનું છે, જે આજે ૨૩૦૦ વર્ષ પછી પણ એટલું જ વ્યાવહારિક છે.
- ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત કૌટિલ્ય હતું.
- તેમણે જગપ્રસિદ્ધ અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રની રચના કરી હતી.
પ્રસ્તાવના: ધનનંદનો નાશ અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના
- વિષ્ણુગુપ્તે મગધના રાજા ધનનંદને પ્રજામાં વ્યાપેલા અસંતોષ અને શાસનમાં વ્યાપેલી અરાજકતા વિશે ચેતવ્યા હતા.
- ધનનંદે ગુસ્સામાં વિષ્ણુગુપ્તને સભામાંથી બહાર ફેંકી દેવાનો આદેશ આપ્યો.
- વિષ્ણુગુપ્તે નંદ વંશનું નામોનિશાન મિટાવી દેવાનો નિર્ધાર કર્યો.
- તેઓ તક્ષશિલા વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્ર ભણાવવા ગયા અને ત્યાં ‘ચણકપુત્ર ચાણક્ય’ તરીકે જાણીતા થયા.
- ઈ.સ. પૂર્વે ૩૩૦ની આસપાસ, ચાણક્યની મુલાકાત ચંદ્રગુપ્ત સાથે થઈ.
- ચાણક્યની કૂટનીતિ અને ચંદ્રગુપ્તની તાકાત એકત્ર થવાથી તેમણે નંદ વંશ પર આક્રમણ કર્યું અને ધનનંદને પરાસ્ત કરી નંદ વંશનો નાશ કર્યો.
- ચાણક્યના આશીર્વાદથી ચંદ્રગુપ્તે પાટલીપુત્ર (પટણા)માં મૌર્ય વંશની સ્થાપના કરી અને ચાણક્યને ‘મહા અમાત્ય’ (વડાપ્રધાન) બનાવ્યા.
- ચાણક્યે ચંદ્રગુપ્તને સમજાવ્યું કે રાજાના શાસનનો પાયો પ્રજા છે અને પ્રજાના હિતમાં જ રાજાનું હિત છે.
- જૈન અનુશ્રુતિ મુજબ, બિંદુસારના જન્મ માટે ચાણક્યની સલાહથી તેમની માતા દુર્ધાનું પેટ ચીરી નાખવામાં આવ્યું હતું, જેથી ઝેર બાળકમાં ન જાય.
- બિંદુસારે સુબંધુના કહેવાથી ચાણક્યને રાજ્ય છોડી જવાનો આદેશ આપ્યો, અને સુબંધુએ ષડયંત્ર રચીને ચાણક્યને જીવતા બાળી દીધા.
નીતિશાસ્ત્રના સિદ્ધાંતો (પ્રથમ અધ્યાયમાંથી અંશ):
વિશ્વાસ ન કરવા યોગ્ય: લાંબા નખવાળાં પ્રાણીઓ, નદીઓ, મોટાં શિંગડાંવાળાં પશુઓ, શસ્ત્રધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ-પરિવારો પર આંધળો વિશ્વાસ ન મૂકવો.
દુઃખી થવાની ચાવી: મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો, દુષ્ટ પત્નીનું ભરણપોષણ કરવું અને દુખિયારાં લોકોની વ્યથા જોવી.
મૃત્યુ સમાન: દુષ્ટ પત્ની, ઠગ મિત્ર, આજ્ઞામાં ન રહેતો સેવક અને સાપનો ઘરમાં વાસ.
રક્ષણ: વિપત્તિના સમયે ધનનો સંચય કરવો જોઈએ, ધન કરતાં વધુ પત્નીનું રક્ષણ કરવું જોઈએ, પણ પોતાનો જીવ જોખમમાં હોય ત્યારે ધન અને પત્નીનું બલિદાન આપતાં અચકાવું ન જોઈએ.
કસોટી: મહત્ત્વપૂર્ણ કાર્ય દરમિયાન સેવકની, દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંધીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરિદ્રાવસ્થામાં પત્નીની કસોટી થાય છે.
સાચો મિત્ર: રોગ થયો હોય, દુઃખ, દુકાળ, શત્રુ-સંકટ, રાજ્યસભા, સ્મશાન (મૃત્યુ) સમયે જે સાથ ન છોડે તે જ સાચો મિત્ર છે.
