ચેપી રોગ ચિકનગુનિયા: સારવાર, આયુર્વેદિક દવા, ઘરેલું ઉપચાર

ચિકનગુનિયા

આજે આપને ચિકનગુનિયા રોગ વિષે જાણીએ, આ રોગ ના લક્ષણો શું શું હોઈ છે. આ રોગ માં
ઘરેલું સારવાર કેવી રીતે લઇ શકાય તેમજ કયા કયા સારવારના પાગલ લેવા જોઈએ તેની ચર્ચા
કરીશું.

 

અનુક્રમણિકા [છુપાવો]

ચિકનગુનિયા શું છે?

ચિકનગુનિયા એ એક ચેપી એડીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આ નામ આફ્રિકન ભાષા પરથી
આવ્યું છે. જેનો અર્થ વાંકા વળી ગયેલ અને ખરેખર આ રોગના દર્દીઓ અથવા આ રોગથી પીડાતા
મનુષ્યોને સાંધાના દુખાવાથી વાંકા વળેલ જોવા મળે છે.


WHO મુજબ આ ચિકનગુનિયા રોગનું પ્રથમ કેશ 1952 માં આફ્રિકાના તાન્ઝાનિયા દેશ
માં જોવા મળ્યો હતો.

ચિકુનગુનિયા કઈ રીતે ફેલાય છે? 

ચેપી એડીસ ઈજીપ્તી અને એડીસ અઆલ્કોપીક્ટસ મચ્છરના કરડવાથી ફેલાય છે. સામન્ય
રીતે મચ્છર એક ચેપગ્રસ્ત વ્યક્તીને કરડીને તે અન્ય કોઇ વ્યક્તિને કરડે છે.
ત્યારે ફેલાય છે.
એક ચેપગ્રસ્ત વ્યક્તિ બીજા વ્યક્તિને આ રોગનો ચેપ આપતો નથી. (તે સંસર્ગથી થતો
રોગ નથી). એડીસ ઈજીપ્તી મચ્છર દિવસ દરમ્યાન કરડે છે. 
તે કોઇ પણ પાત્રોમાં સંગ્રહ થયેલ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. જેવા કે ટાયર,
નારીયેળની કાચલી,ફુલદાની,પાણીના પાત્રો અને કુલરો.

એડીસ મચ્છરના લાક્ષણિકતાઓ

એક અલગ શારીરીક લક્ષણ (તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે)
હોવાથી તેને ટાઈગર મચ્છર પણ કહે છે. તે દિવસ દરમ્યાન કરડે છે. તે ચોખા અને
સ્થગીત પાણીમાં ઈંડા મુકે છે.
માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે કારણ કે તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં
રહેલ પ્રોટીનની જરૂરિયાત હોય છે.
મચ્છર ચેપ ધરાવતા વ્યક્તિને કરડયા પછી લગભગ સાત દિવસ બાદ ચેપી બને છે. પછી
માણસોમાં વાયરસ ફેલાવે છે.
એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઈંડામાં
પણ આપે છે.
તેનો કરડવાનો મુખ્ય સમય પરોઢ અને સમી-સાંજ છે. સુર્યોદય પછીના 2 કલાક અને
સૂર્યાસ્ત પહેલાના 2 કલાક.

ચિકુનગુનિયાના ચિન્હો અને લક્ષણો

ચિકુનગુનિયાના લક્ષણો ડેગ્યુને મળતા આવે છે. અચાનક તાવ આવવો, સખત માથાનો
દેખાવો થવો, ઠંડી લાગવી, ઉબકા અને ઉલટી થવી અને સખત સાંધાનો દુખાવો. 
મોટા ભાગના દર્દીઓ સાજા થઈ જાય છે પણ સાંધાનો દુખાવો અઠવાડીયા અથવા મહિનાઓ
સુધી રહેશે. એક વર્ષથી નાના બાળક તથા ઉંમરલાયક વ્યક્તિઓને આ રોગની ગંભીર
અસર થવાની શક્યતા વધારે છે.
અશક્ત અથવા રોગગ્રસ્ત પરિસ્થિતી વાળા માણસને ચિકુનગુનિયાની અસર ઝડપથી થઈ
શકે છે.

  • તાવ આવવો.
  • સાંધાનો સખત દુખાવો.
  • સાંધાઓમાં સોજા આવવા.
  • કોઇ વાર ઉબકા , વા, ઊલટી.
  • પેટનો દુકાનો કે શરીર પર ચકામા દેખાય.

ચિકનગુનિયા સામે સારવારના પગલા

આ તાવની સારવાર માટે કોઈ ખાસ દવા કે રસી ઉપલબ્ધ નથી. તાવ ઉતારવા માટે
પેરાસીટામોલ લઇ શકાય, પરંતુ એસ્પીરીન કે બ્રુફેન ન જ લેવી.

 
તાવ વધુ આવે અને પરિસ્થિતી ગંભીર જણાય તો ડૉક્ટરની સલાહ લો.
 
તાવના ચોક્કસ નિદાન માટે લોહીની તપાસ કરાવો.
ચિકુનગુનિયાનું નિદાન રક્ત પરિક્ષણથી થાય છે. (ELISA પધ્ધતીથી) 
ચિકુનગુનિયા થાય ત્યારે આરામ કરવો, તાવ અને સાંધાનો દુખાવો ઓછો કરે તેવી દવા
લેવી. કેટલાક દર્દીઓને ક્યારેક લાંબા સમય સુધી દુખાવાની દવા લેવાની થાય
છે. 
દર્દીઓએ મચ્છરજાળી વાપરવી અથવા મચ્છરદાનીનો ઉપયોગ કરી મચ્છરના સંપર્કથી
(કરડવાથી બચવું.  

ચિકનગુનિયા સામે સાવચેતીનાં પગલાં

ચિકનગુનિયા રોગ ફેલાવતા એડિસ મચ્છરો દિવસે કરડતા હોવાથી પુરેપુરુ શરીર ઢંકાય
તેવા કપડાં પહેરવા જોઇએ.

 
દિવસે આરામ વખતે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ નાના મોટા
સૌએ કરવો જોઇએ.
એડિસ મચ્છરો ઘરની અંદર અને ઘરની આસપાસ પાણી સંગ્રહિત કરેલ
ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉછરે છે.
 
પાણી ભરેલા એવા પાત્રોને મચ્છર પ્રવેશે નહીં તે રીતે ઢાંકીને
રાખો. અઠવાડિક એકવાર ટાંકા, ટાંકી,કુલર, ફ્રિજની ટ્રે, ફુલદાનીનુ પાણી, ખાલી
કરી અંતરની સપાટી સાફ કરો સુકવી દો.
શરીરના બધા જ અંગો ઢાંકી રાખે તેવા લાંબી બાયના કપડા પહેરો.
મચ્છર દુર રાખતી દવાના લેબલ પર આપેલ સુચનને ધ્યાનમાં રાખી આ દવાને ત્વચા પર
અથવા કપડા પર લગાવો.
દવાયુક્ત મચ્છરદાની પણ રક્ષણ આપે છે. ખાસ કરીને તે લોકો માટે કે જેઓ દિવસ
દરમ્યાન સુવાની આદત ધરાવતા હોય છે. જેમ કે નાના બાળકો અને ઉંમર લાયક
વ્યક્તિઓ)
ઘરગથ્થુ જંતુનાશકો જેવા કે, ધુમશીલ(એરોસીલ) દવાઓ મચ્છર
અગરબત્તી તથા જંતુનાશકને વરાળમાં પરિવર્તીત કરતાં સાધનોનો ઉપયોગ પણ મચ્છર
કરડવાથી બચાવે છે. 
ઘરગથ્થુ સાધનો જેવા કે, બારીની તથા દરવાજા પર મચ્છર જાળી લગાવો તથા
એરકંડીશનનો ઉપયોગ પણ મચ્છર કરડવાથી બચાવે છે.

આટલું અવશ્ય કરીએ. 

પાણી આપણા ઘરની આસપાસ પડી રહેતું હોય તે સાફ કરી દુર કરવું.
 
પાણીની ટાંકી તથા સંગ્રહ કરવાના વાસણો જેવા કે કેરબા, માટલા, ડોલ,
જેવી જગ્યાએ આ મચ્છરો ઉત્પન્ન થાય છે, જેથી એવા પાણી સંગ્રહવાના સાધનો ખુલ્લાં
ન રાખી ઢાંકણું ઢાંકણું અથવા કપડું બાંધવું.
 
સંગ્રહેલા પામીને દર ત્રીજા દિવસે એક વાસણમાંથી બીજા વાસણમાં ગાળી
ઉત્પન્ન થયેલા પોતાનો નાશ કરવો, અને વાસ મને ખૂબ ઘસી સાફ કરો, જેથી વાસણમાંના
ઇંડાઓનો નાશ થાય.
 
મોટા પાણીના હોજ, ટાંકા હોય તેમાં પોરા ભક્ષક માછલી આરોગ્ય
કેન્દ્રમાંથી લાવી તેમાં નાખો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top