SpaceX નો પરિચય
કંપનીનું નામ | SpaceX (Space Exploration Technologies Corporation) |
સ્થાપક | એલોન મસ્ક, ટોમ મુલર |
સ્થાપના વર્ષ | 14 માર્ચ 2002 |
CEO | એલોન મસ્ક |
મુખ્ય મથક | હોથોર્ન, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) |
ઉત્પાદનો | રોકેટ, અવકાશયાન, ઉપગ્રહ સંચાર |
લક્ષ્યો | અવકાશ માટેનો પરિવહન ખર્ચ ઘટાડવો અને મંગળ ગ્રહ પર વસાહત |
SpaceX ના Vehicles
SpaceX વિષે જાણવા જેવું
- સ્પેસએક્સની સ્થાપના એલોન મસ્ક દ્વારા 2002 માં કરવામાં આવી હતી. જેની હેતુ અવકાશ સંશોધનના ખર્ચને ઘટાડવો અને મંગળ ગ્રહ પર માનવ વસાહત માટે છે.
- “SpaceX” નામ એ “Space Exploration Technologies Corp” પરથી આવ્યુ છે.
- SpaceX નું હેડક્વાર્ટર અને રોકેટ ડેવલપમેન્ટ નુ મુખ્ય સ્થળ કેલિફોર્નિયાના હોથોર્ન માં આવેલ છે.
- વર્ષ 2010 માં, SpaceX એ Dragon Capsule સ્પેસક્રાફ્ટને સફળતાપૂર્વક લોન્ચ કરવા, ભ્રમણકક્ષામાં લાવવા અને રીકવર કરનારી પ્રથમ ખાનગી ફંડ મેળવનારી કંપની બની હતી.
- Dragon Capsule એ પ્રથમ 2012 માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે ડોક કરનાર ખાનગી રીતે વિકસાવવામાં આવેલ અવકાશયાન છે.
- SpaceX ના Falcon 9 રોકેટનું નામ સ્ટાર વોર્સના મિલેનિયમ ફાલ્કન સ્પેસશીપ પરથી રાખવામાં આવ્યું છે અને “9” નંબર એ તેના નવ એન્જિનને રજુ કરે છે.
- Falcon 9 એ પુનઃઉપયોગી શકાય તેવું રોકેટ છે, જેમાં ભ્રમણકક્ષામાં પેલોડ લોન્ચ કર્યા પછી પૃથ્વી પર પાછા ઊભી રીતે ઉતરી શકે છે.
- 6 ફેબ્રુઆરી, 2018 ના રોજ, SpaceX દુનિયાનું સૌથી તાકતવર ઓપરેશનલ રોકેટ Falcon Heavy સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતુ.
- Falcon Heavy પ્રક્ષેપણ પ્રખ્યાત રીતે ટેસ્લા રોડસ્ટરને લઈ જતું હતું, જેમાં “સ્ટારમેન” નામનો ડમી ડ્રાઈવરની સીટ પર બેઠો હતો, જે સૂર્યની ફરતે ભ્રમણકક્ષા તરફ હતો.
- SpaceX નું લક્ષ્ય તેના પુનઃઉપયોગ કરી શકાય તેવા મજબુત રોકેટ બનાવવાનો છે કે છે અવકાશ યાત્રાના ખર્ચ માં નોંધપાત્ર ઘટાડો કરે. તેઓએ Falcon 9 ના બુસ્ટર્સ ને ઘણી બધી વખત સફળ લેન્ડિંગ અને ઉપયોગ કર્યો છે.
- SpaceX વૈશ્વિક સ્તર પર બ્રોડબેન્ડ કવરેજ પ્રદાન કરવાના ઉદ્દેશથી સ્ટારલિંક નામનું પોતાનું સેટેલાઇટ ઇન્ટરનેટ વિકસાવ્યું છે. 2021 સુધીમાં, હજારો સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે.
- સ્ટારલિંકનો હેતુ વિશ્વભરના દૂરના વિસ્તારો અને સેવાથી વંચિત રહેવા વિસ્તારમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ઍક્સેસ પ્રદાન કરીને ડિજિટલ વિભાજનને દૂર કરવાનો છે.
- Dragon Capsule કાર્ગો અને ક્રૂ બંનેનુ વહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. તેમાં સાત જેટલા મુસાફરો બેસી શકે છે.
- SpaceX એ NASA તરફથી ISS સુધી ના સફર તેમજ અવકાશયાત્રીઓને પરિવહન કરવા માટેના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ સહિત અનેક કોન્ટ્રાક્ટ લીધા છે.
- SpaceX એ પોતાના StarShip સ્પેશક્રાફ્ટ પર કામ કરી રહ્યુ છે. જે સંપૂર્ણ પુનઃઉપયોગી નેક્સ્ટ જનરેશન સ્પેસક્રાફ્ટ છે, તેનો ઉપયોગ મંગળ અને સૌરમંડળના અન્ય સ્થળો પર ક્રૂ મિશન ને સફળ બનાવવામાં ઉપયોગ કરવામાં આવશે.
- StarShip Spacecraft એ 100 જેટલા લોકોને મંગળ પર લઈ જવા માટે સક્ષમ બનાવવામાં આવશે.
- StarShip ના પ્રોટોટાઈપ SpaceX ના ટેક્સાસમાં બોકા ચિકા લોન્ચ સાઇટ પર વિકસાવવામાં આવી રહી છે અને ત્યાજ તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
- SpaceX એ StarShip ના પ્રોટાટાઈપ પર ઘણા પરીક્ષણો કર્યા છે. જેમાં ફ્લાઈટ ને હાઇ-એલ્ટિટ્યુડ અને Controlled Landing જેવા ટેસ્ટ કર્તા છે.
- સ્પેસએક્સનું ધ્યેય 2024 ની શરૂઆતમાં મંગળ પર તેનું પ્રથમ અનક્રુડ મિશન મોકલવાનું છે.
- પૃથ્વી પર એક છેડા થી બીજા છેડા તરફ અત્યંત ઝડપી મુસાફરી કરવા માટે StarShip નો ઉપયોગ કરવામાં પણ પોતાના વિચારો રજુ કર્યા છે.
- સ્પેસએક્સે સ્પેસમાં પેલોડ લોન્ચ કરવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અને પરંપરાગત અવકાશ ઉદ્યોગને ભાંગી પાડ્યો છે. જે તેને વ્યાપાર ધોરણે અને સરકાર માટે ઉપયોગી બનાવે છે.
- ફાલ્કન 9 નુ લોન્ચિગ સ્પેશ પ્રોગ્રામના સ્પર્ધકો કરતા નોંધપાત્ર રીતે સસ્તું છે, જેને લીધે ઘણા બધા ગ્રાહકો SpaceX તરફ આકર્ષાયા છે.
- ફાલ્કન 9 રોકેટનો પ્રથમ તબક્કો 9 Merlin Engines નો છે. જે SpaceX દ્રારા બનાવવામાં આવ્યા છે.