Truecaller માંથી તમારો મોબાઈલ નંબર કેવી રીતે હટાવવો?

truecaller

મોબાઈલ પર રોજ એવા કોલ્સ આવતા હોય છે જે વિશે આપણને કોઈ જાણ નથી હોતી. એવામાં લોકો તે જાણવા માટે કોલબેક કરતા હોય છે કે તેઓ કોણ છે? પરંતુ હવે લોકો અજાણંયા નંબરથી આવેલા કોલની જાણકારી લેવા Truecallerનો પણ ઉપયોગ કરે છે. Truecaller એક એવી એપ્સ છે જે તમને અજાણ્યા નંબરથી આવેલ નંબરની ડિટેઈલ્સ બતાવી આપે છે.

કેટલીક વાર એવુ બને છે કે, Truecaller યૂઝર્સ પોતાના ડેટાને ડિલીટ કરવા માંગતા હોય છે પરંતુ તેઓ નથી કરી શકતા. Truecallerમાંથી તમારો ડેટા નીકાળવો એકદમ સરળ છે. ફક્ત થોડા સ્ટેપ્સ ફોલો કરીને તમે તમારા ડેટાને ડિલીટ કરી શકો છો.

અહિંયા અમે તમને પૂરી PROCESS બતાવીશુ

સૌથી પહેલા તમે તમારા મોબાઈલમાં Truecaller એપને ડાઉનલોડ કરો. તે બાદ તેને ઓપન કરો. યૂઝર્સને એપમાં તેમના એકાઉન્ટથી લોગઈન કરવાનું રહેશે. લોગઈન કર્યા બાદ તમે Truecallerની સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં તમને અબાઉટમાં ડિએક્ટીવેટનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

ત્યાર બાદ યૂઝર્સને www.truecaller.com/unlisting લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં આપણા દેશનું નામ સિલેક્ટ કરો અને તમારો મોબાઈલ નંબર નાંખો. તે પછી કૈપ્ચ કોડ નાખો. હવે તમારો મોબાઈલ નંબર Truecallerમાંથી હટી જશે. જણાવી દઈએ કે, કંપની મોબાઈલ નંબર હટાવવા માટે 24 કલાકનો સમય લે છે.

About The Author

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top