ચિત્તો વિશ્વનું સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. તે 113 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં મેળવી લે છે. ચાલો, ચિત્તા વિશે કેટલાક રસપ્રદ તથ્યો જાણીએ:
Table of Contents
Toggleચિત્તાની ઝડપ અને શક્તિ
- ચિત્તા કલાકના 113 કિલોમીટરની ઝડપે દોડી શકે છે.
- આ ઝડપ માત્ર ગણતરીની સેકંડમાં મેળવી લે છે.
- થોડાક સમય પછી થાકી જાય છે.
ચિત્તાના શારીરિક લક્ષણો
- ચિત્તાનું વજન ૪૫ થી ૫૦ કિલો હોય છે.
- ચિત્તાના ચહેરા પર આંખોની આસપાસ કાળા રંગની પટ્ટીઓ હોય છે.
- મોટા ગરમીનો સામનો કરી શકતો નથી.
- ચિત્તાની નજર ખૂબ શક્તિશાળી છે અને તે મોટા અંતર સુધી જોઈ શકે છે.
- ચિત્તા ઝાડ પર ચડી શકતો નથી.
ચિત્તાનું વર્તન
- ચિત્તાનો સ્વભાવ ડરપોક હોય છે, પરંતુ જરૂર પડ્યે તે લડી પણ શકે છે.
- ચિત્તા 4-5 દિવસ સુધી ભૂખ્યા રહી શકે છે.
- ચિત્તાની મુખ્ય ૫ જાતો છે: એશિયન ચિત્તો, નોર્થ આફ્રિકન ચિત્તો, સાઉથ આફ્રિકન ચિત્તો, સુદાન ચિત્તો અને તાંઝાનિયન ચિત્તો.
- ચિત્તાના શરીર પર લગભગ 2000 કાળા ટપકાં હોય છે, દરેક ટપકાનું કદ લગભગ દોઢ ઇંચ વ્યાસનું હોય છે.
- વિવિધ પરિસ્થિતિમાં ચિત્તા બોલવા માટે મ્યાઉં કરે છે. મોટા અવાજ કરી શક્તો નથી.
- ચિત્તાને સુંઘવાની શક્તિ વધુ હોય છે અને તે જમીન સુંઘીને શિકાર શોધી શકે છે.
- દોડતાં વખતે ચિત્તા દર મિનિટે 150 વખત શ્વાસ લે છે. સામાન્ય રીતે તે મિનિટે ૬૦ વખત શ્વાસ લે છે.
- દોડતા સમયે ચિત્તાના શરીરનું તાપમાન 50 ટકા જેટલું વધે છે, 500 મીટરથી વધુ અંતર ઝડપથી દોડી શકતો નથી.