હબલ ટેલીસ્કોપ – અવકાશમાં ફરતી વેધશાળા

20171202 172941

સૌ પ્રથમ ગેલિલીયોએ દૂરબીન ઉપયીગ કરી બ્રહ્માંડના અભ્યાસ માટેની એક નવી દિશા ખોલી અને આવા પ્રશ્નોના ઉત્તરો મેળવવાનો ભગીરથ પ્રયાસ શરુ કર્યો. 

આ જ રીતે 20મી સદીમાં એડવીન હબલે પોતે બનાવેલા દૂરબીન વડે બ્રહ્માંડનો અભ્યાસ કરેલો. પરંતુ પૃથ્વી પર રહેલા દૂરબીન દ્રારા બ્રહ્માંડનો અભ્યાસ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી.આથી નાસાએ એક દૂરબીન અંતરીક્ષમાં મુકવાની યોજના કરી.

 
1990 માં સ્પેશ શટલ ડીસ્કવરી ની મદદથી નાસા દ્રારા અંતરીક્ષમાં એક ટેલિસ્કોપ છોડવામાં આવ્યું અને આ ટેલિસ્કોપનું નામ , એડવીશ હબલે ખગોળ ક્ષેત્રે આપેલા અમુલ્ય પ્રદાન બદલ ” હબલ સ્પેશ ટેલિસ્કોપ ” રાખવામાં આવ્યું . 
1993 માં આ ટેલીસ્કોપના મુખ્ય લેન્સમાં મુશ્કેલી ઉભી થતાં સ્પેશ શટલ દ્રારા અંતરીક્ષ યાત્રીઓ અંતરીક્ષમાં જઈ લેન્સની આ ક્ષતી દૂર કરી. છેલ્લે 2002 માં ફરી રીપેર કરવામાં આવેલ. આ હબલ ટેલીસ્કોપ નું આયુષ્ય 20 વર્ષનું માનવામાં આવે છે એટલે કે 2010 સુધી કામ કર્યું.
 
તેનું વજન 11.6 ટન છે. તે 100 મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે. અને સાત હજાર પ્રકાશવર્ષ દૂરની આકાશ ગંગાની તસ્વીરો પણ ખેંચી શકે છે. હબલની લંબાઈ 13.2 મીટર અને તેનો વ્યાસ 4.2 મીટરનો છે. 
મુખ્ય લેન્સનો વ્યાસ 2.44 મીટર છે. હબલ દ્રારા મોકલાવેલ તસ્વીરો ઉપરથી લગભગ 3000 જેટલા સંશોધન રીપોર્ટ પ્રસિદ્ધ થયા છે. આ હબલ ટેલીસ્કોપમાં ફોટોગ્રાફ મેળવવા માટે વિવિધ પ્રકારના કેમેરા તેમજ વર્ણપટ મેળવવા માટે સ્પટ્રોમીટર રાખવામાં આવ્યા છે.
Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger