તુલશીશ્યામ મેગ્નેટિક હિલ – Anti Gravity Spot at Tulsi Shyam

Anti%20Gravity%20Spot%20at%20Tulsi%20Shyam

તુલશીસ્યામ એ ગુજરાતના
જુનાગઢમાં આવેલું છે. તુલશીસ્યામ એ હિન્દું ધાર્મિક સ્થળ છે.જ્યા ભગવાન વિષ્ણુનું
મંદિર આવેલું છે.પણ આપણે અહિં ધાર્મિક બાબતની ચર્ચા કરવાના નથી પણ તલશીસ્યામ
વૈજ્ઞાનિક રીતે શું મહત્વ ધરાવે છે તેની ચર્ચા કરવાના છિએ.

અનુક્રમણિકા [છુપાવો]

વૈજ્ઞાનિક રીતે તુલશીસ્યામનું મહત્વ


તુલશીસ્યામમાં જંગલ વિસ્તારમાં એક ઢોણાવ ધરાવતો રસ્તો આવેલો છે જ્યાં
એન્ટિગ્રેવિટી એટલે કે પ્રતિગુરુત્વાકર્ષણ જોવા મળે છે , જ્યાં વાહનોને આ ઢોણાવ
પણ મુકતા તે આપમેળે ઢાણાવની નીચે ઉતરવાને બદલે ઉપર જાય છે જાણે કે તેમને એક
વિશાળ ચુંબક તેને પોતાની તરફ ખેંચતું હોય. આ ઢોણાવ પર પાણી ઢોળતા તે ઢોણાવની
નીચે જવાને બદલે ઉપર જાય છે. 


આ ઘટના પરથી એમ લાગે છે કે ન્યુટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત અહિં ખોટો છે.
કદાચ તમને આ વાંચીને વિશ્વાસ ન પણ આવે . પણ તમને જણાવવા માગું છું કે આ રીતની
ઘટના વાસ્તવમાં જોવા મળે છે. 

આ સાથે પ્રશ્ન થાય કે શું આ ઘટના પાછળ કોઈ અલૌકિક શક્તિના હાથ છે જે વસ્તુઓને
પોતાની તરફ ખેંચે છે અને શું અહિ વિશાળ ચુંબકો આવેલા છે જેને લીધે આવી ઘટના બને
છે. 

આ ઘટનાનું રહસ્યમય કારણ પણ ઉકેલાય ગયું છે.તેની માહિતી મે આગળ આપી છે વાંચી
લેજો. આ સાથે બિજી પણ બાબત છે જે તુલશીસ્યામના ગરમપાણીનાં કુંડ છે જ્યાના
કુંડનું પાણી હંમેશા ગરમ રહે છે.

એન્ટિગ્રેવિટી ઘટનાનું ઉદાહરણ જોવું હોય તો YouTube માં Tulsisyam magnetic
Hill લખી સર્ચ કરશો એટલે તમને વિડિયો જોવા મળશે. 

magnethill guj 1

અન્ય કેટલાક સ્થળ જ્યાં એન્ટિગ્રવિટી (Antigravity) જોવા મળે છે.

આ પ્રકારની રહસ્યમય ઘટના ભારતના લડાખ માં પણ જોવા મળે છે. આવી દુનિયામાં 30
જેવી જગ્યાઓ છે જ્યાં એન્ટિગ્રવિટી જોવા મળે છે. 

વૈજ્ઞાનિકોના મંતવ્ય


આ પ્રકારની ઘટના જાણી ને વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉકેલવાના પ્રયન્ત કર્યા .જેના
પરીણામ પ્રમાણે આ ઘટના દ્રષ્ટિભ્રમના લીધે થાય છે એટલે આ ઘટના
ગુરુત્વાકર્ષણબળની વિરુદ્ધ નથી. વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે આ ઘટનામાં
દ્રષ્ટિભ્રમ દુર થતો નથી. આ ઘટના આપણે એક ઉદાહરણ પરથી સમજી શકીયે છિએ.

આ દ્રષ્ટિભ્રમનું કારણ

Screenshot 20180528 105445

ઉપરના ફોટામા આ ઘટના વર્ણવી છે જેમાં ગાડી ઢોણાવ પર આપમેળે ઉપર ચડે છે. અને
આપણી આંખના ક્ષિતિજની રેખા પ્રમાણે આપણેને ઢોણાવ નીચે જતો દેખાય છે. અને ગાડી
ઉપર આવતી દેખાય છે. 

Screenshot 20180528 105455 


પણ હકીકતમાં આ ઘટના ઉપર આપેલા ફોટોની જેમ થાય છે. જેમાં પૃથ્વીની ક્ષિતિજ રેખા
દર્શાવી છે અને આંખ દ્રારા મેળવાતી ક્ષિતિજ રેખા દર્શાવી છે. 

જે હકીકત છે. અને આ હકીકત પ્રમાણે આ ઢોણાવ નીચે નહિ પરંતુ ઉપર છે. અને ગાડી
ઢાણાવ પર નીચેજ ઉતરે છે. જો તમે વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી હોય તો તમે આ
ઘટનાને સરળતાથી સમજી શકો છો.હકિકતમાં આપણી આંખની દ્રારા મેળવાતી ક્ષિતિજ રેખા
અને પૃથ્વીની ક્ષિતિજ રેખા વચ્ચે ખુણો આવેલો છે. 

Screenshot 20180528 105501

Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger