વિશ્વની 7 મોટી ટેક કંપનીઓના ભારતીય સીઈઓ

વિશ્વની 7 મોટી ટેક કંપનીઓના ભારતીય સીઈઓ

ભારતીય દીગજ્જોની લિસ્ટમાં સૌથી નવું નામ ટ્વિટરના સી.ઈ.ઓ પરાગ અગ્રવાલનું છે.
પરાગને હોલમાં જ ટ્વિટરના નવા સી.ઈ.ઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરાગ
અગ્રવાલે કંપનીના સહ-સ્થાપક અને હાલ CEO જેક ડોર્સીનું સ્થાન લીધું છે.

ભારતીયો
માટે આ ખૂબ જ ગર્વની વાત છે. વિશ્વની સાત મોટી કંપનીઓ ભારતીય લોકો સંભાળી રહ્યા છે.
તેમાંથી ચાર બ્રાહ્મણો છે. ખાસ વાત એ છે કે અમેરિકામાં ભારતીયો જે કંપનીઓને હેન્ડલ
કરી રહ્યા છે તેની કુલ માર્કેટ વેલ્યુ લગભગ 5 ટ્રિલિયન યુ.એસ ડોલર છે. જ્યારે
ભારતનો જીડીપી હાલમાં 2.7 ટ્રિલિયન ડોલરની આસપાસ છે.

Twitter – પરાગ અગ્રવાલ

Twitter - પરાગ અગ્રવાલ

ટ્વીટર સી.ઈ.ઓ પરાગ અગ્રવાલનું નામ મોટી કંપનીઓ સંભાળતા
ભારતીયોની યાદીમાં સૌથી નવું છે. પરાગને હાલમાં ટ્વિટરના નવા સી.ઈ.ઓ તરીકે નિયુક્ત
કરવામાં આવ્યા છે. પરાગે કંપનીના સહ-સ્થાપક અને વર્તમાન CEO જેક ડોર્સીનું સ્થાન
લીધું છે. 37 વર્ષના પરાગ હવે વિશ્વની ટોચની 500 કંપનીઓમાં સૌથી યુવા સી.ઈ.ઓ બની
ગયા છે. પરાગ અગ્રવાલને ટ્વિટરના સી.ઈ.ઓ બનાવ્યા બાદ ટેસ્લાના સી.ઈ.ઓ એલન મસ્કે
ટ્વિટ કરીને કહ્યું હતું કે ભારતીય પ્રતિભાથી અમેરિકાને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

Google – સુંદર પિચાઈ

Google - સુંદર પિચાઈ

સુંદર પિચાઈ વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલના સી.ઈ.ઓ છે.
સુંદર પિચાઈને વર્ષ 2015માં કંપનીના CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા. IIT
ખડગપુરમાંથી એન્જિનિયરિંગ કર્યા બાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યાર બાદ
વર્ષ 2004માં તેઓ ગૂગલ સાથે જોડાયા હતા.

Microsoft – સત્ય નડેલા

Microsoft - સત્ય નડેલા

વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક, બિલ ગેટ્સની કંપની
માઇક્રોસોફ્ટના સી.ઇ.ઓ ભારતીય સત્ય નડેલા છે. સત્ય નડેલાનો જન્મ હૈદરાબાદમાં થયો
હતો. તેમને વર્ષ 2014 માં કંપનીના સી.ઈ.ઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને હજુ પણ
તે જ પદ પર કામ કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટે સત્યા નડેલાના નેતૃત્વમાં જબરદસ્ત
પ્રગતિ કરી છે.

IBM – અરવિંદ કૃષ્ણા

IBM - અરવિંદ કૃષ્ણા

અરવિંદ કૃષ્ણા વિશ્વ વિખ્યાત કમ્પ્યુટર હાર્ડવેર કંપની IBM ના
વર્તમાન અધ્યક્ષ અને CEO છે. અરવિંદનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો હતો. તેમણે IIT
કાનપુરમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અરવિંદ કૃષ્ણાને એપ્રિલ 2020 માં
કંપનીના CEO તરીકે નિમાયા હતા. અરવિંદ કૃષ્ણા પાસે ભારતની સાથે અમેરિકાની પણ
નાગરિકતા છે.

Adobe – શાંતનુ નારાયણ

Adobe - શાંતનુ નારાયણ

ભારતીય શાંતનુ નારાયણ એડોબના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
છે જે વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક છે. તેમણે ઓસ્માનિયા
યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. શાંતનુએ
1998માં કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરેલું છે. ત્યારબાદ તેઓ વર્ષ
2005માં કંપનીના સી.ઓ.ઓ અને ત્યારબાદ વર્ષ 2007 મા સી.ઈ.ઓ તરીકે પસંદગી પામ્યા
હતા.

દુનિયાના દિગ્ગજોમાં આ દિગ્ગજો સિવાય બીજા પણ એવા લોકો છે
જેઓ પોતાનો ડંકો આખા વિશ્વમાં વગાડી રહ્યા છે. તેમાંથી રઘુરામ VMware માં પોતાનું
વર્ચસ્વ ધરાવે છે. 

અજય પાલ બંગા સી.ઈ.ઓ તરીકે માસ્ટરકાર્ડનું નેતૃત્વ કરી રહ્યા છે.
જ્યારે જયશ્રી ઉલ્લાલ એરિસ્ટા નેટવર્કના વડા છે. નોકિયાના સી.ઈ.ઓ રાજીવ સૂરી પણ આ
દિગ્ગજ લોકોમાંના એક છે. તેમના સિવાય ગ્લોબલ ફાઉન્ડ્રીઝના સી.ઈ.ઓ સંજય ઝા સહિત થોમસ
કુરિયન અને લક્ષ્મણ નરસિમ્હનના નામ પણ અનુભવીઓની યાદીમાં છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top