પૃથ્વીના પરિઘ અને વ્યાસ કેવી રીતે માપી શકાય ?

AVvXsEhG8iicirq4UGSGu4WLVQhlCqzD o 67drrPMRfpeyvxrSy9n aV9jsv DzhNQf1NL6CufIa n5FljSF9cLsJv1f5vJt7dhXMv9ZIQ2 AMBus mZLkymHJgpOkVEY0NuoTMzomxXOAtX7BSv569Xz3W2bfKx1rzfF TC6TpRDVaKbCPN5vSYApL ba53Q=w640 h334

પૃથ્વીનો પરિઘ વિષુવવૃત ઉપર 40075.16 કિલોમીટર છે. અને ધ્રુવીય પરિઘ 40008 કિલોમીટર છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવની જોડતી પૃથ્વીની મધ્યરેખા 127561.1 કિલોમીટર છે. આ માપ જાણીતા છે. પરંતુ આવડી મોટી પૃથ્વીના આટલા ચોક્સાઇભર્યા કેવી રીતે નીકળી શકે છે ?

પ્રાચીનકાળમાં ગ્રીસમાં થઇ ગયેલા ઇરાસ્ટોથેન્સ નામના ગણિતશાસ્ત્રીએ પૃથ્વીના પરિઘનું સાચું માપ શોધેલું. તેણે એલેક્ઝાન્ડ્રીયાના પડછાયાના આધારે આ માપ શોધેલું. આ તેણે વર્ષનો લાંબો દિવસ પસંદ કર્યો . આ દિવસે બપોરે સૂર્ય એકદમ માથા ઉપર હોય . સૂર્ય માથા ઉપર છે તે કેવી રીતે જાણી શકાય ?

ઊંડો કુવો હોય તેમાં સૂર્યનું પ્રતિબિંબ વચ્ચોવચ પડે એટલે સૂર્ય બરાબર માથા ઉપર છે તેમ મનાય . તેણે એલેક્ઝાન્ડ્રીયા ના ટાવરનો બપોર પડછાયો લીધો.

આ વખતે ગ્રીસના સીન ખાતે સૂર્ય માથા પર હતો પરંતુ એલેક્ઝાન્ડ્રીયામાં માથા પર આવ્યો નહોતો . ટાવરનો પડછાયો ટાવર સાથે 7.2 અંશે ખૂણો બનાવતો હતો.

આ ખૂણો 360 અંશનો 50મો ભાગ ગણાય. તેણે સીન અને એલેક્ઝાન્ડ્રીયા વચ્ચેના અંતરને 50 વડે ગુણીને પૃથ્વીનો પરિઘ 40000 કિલોમીટર છે તેમ જાહેર કર્યું . આજે પણ આ માપ સાચા માપની વધું નજીક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top