હાઈડ્રોફોબિક રેતી વિષે જાણવા જેવું

હાઈડ્રોફોબિક રેતી

હાઈડ્રોફોબિક રેતી: આ પ્રકારની રેતી પાણીના સંપર્કમાં આવતા પલળતી નથી અને આ પ્રકારની રેતી પાણીમાં નાખી અને બહાર કાઢતા રેતીના કણો પાણીથી ભિંજાતા નથી.

શા કારણે આવું થાય છે ?

આ પ્રકારની રેતી પર હાઈડ્રોફોબિક ઘટકોનું આવરણ લાગેલું હોય છે. અને જ્યારે રેતી પાણીના સંપર્કમાં આવે છે ત્યારે હાઈડ્રોફોબિક ઘટકો રેતીના અણુઓને પાણી થી ભિંજાતા બચાવે છે.

આવી રેતી સામાન્ય રીતે બીચ પર જોવા મળે છે જે સિલિકોનના નાના અણુઓ ધરાવે છે. અને જેમાં દ્રાયમિથાઈલસિલેનોલ અને આર્ગોનસિલિકોનના ના અણુઓ ધરાવે છે.

આ રેતીનો ઉપયોગ દરીયામાં ઢોણાયેલા તેલને સાફ કરવામાં થાય છે . દરીયાઈ મુસાફરીથી થતી પેટ્રોલિયમ ની હેરફેરને કારણે ઘણી વખત જહાજ માંથી તેલ દરિયામાં ઢોણાય જતું હોય છે. 
જેને કારણે ઘણુ નુકશાન થાય છે. આ પ્રકારની રેતીને દરિયામાં ઢોણાયેલા તેલ પર છાંટવામાં આવે છે જેથી તેલ આ રેતીથી કણોથી ભારીત થય નીચે પડી જાય અને તેની સહેલાઈથી પાણીથી દુર કરી શકાય.
Aakash Kavaiya
Aakash Kavaiya

Tech Enthusiast, Blogger