ધોરણ 12 સાયન્સ પ્રવાહ પછી શું??

images

ગુજકેટ – ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 


કોઈ પણ કારકિર્દી પસંદ કરતી વખતે કયા માપદંડ ધ્યાનમાં લેવાજોઈએ તે અંગે વિગતથી વાત કર્યા બાદ આપણે વિવિધ કારકીર્દી વિકલ્પોની વાત કરીએ. ધો ૧૨ સાયન્સ પછી આપ કયા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો તે અંગે વિચારીએ…
  રિઝલ્ટ પછી શુ?:
  ગુજરાતીમાં 12 સાયન્‍સનું રિઝલ્ટ સૌથી પહેલું જાહેર થાય છે. રિઝલ્ટ જાહેર થવાની તારીખના આગલા દિવસથી શરૂ કરીને ઓછામાં ઓછું એક મહિના સુધી દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને તમારા વિસ્તારના અન્ય મુખ્ય છાપાઓમાં (૧) એડ્ મિશન જાહેરાતો અને (૨) એડ્ મિશનને લગતા સમાચારો વાંચવા. આથી આપણને કોના કોના ફોર્મ ભરવાની જાહેરાત આવી તેની ખબર પડે અને આપણે સમયસર ફોર્મ્ ભરી શકીએ. આપ લિબર્ટી કેરિયર્સ ન્યુઝ પણ ખાસ વાંચો.
  ગુજકેટ – ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ:
  મિત્રો, આ ૨૦૦૬ના વર્ષથી ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહના વિધાર્થીઓએ ઈજનેરી, તબીબી ડિગ્રી અને ફાર્મસી ડિગ્રી- ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધો. ૧૨ સાયન્સ ની બોર્ડ એકઝામ ઉપરાંત ગુજરાત બોર્ડ ની ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) ફરજિયાત આપવાની રહેશે.
  રાજય સરકારે ગત વર્ષથી મેડિકલ ડેન્ટલ અભ્યાસક્રમમાં પ્રેવશ માટે ઓપન કેટેગરીમાં વિધાર્થીઓ માટે ધો. ૧૨ સાયન્સ માં ન્યુનતમ ૭૦ ટકાનું ધોરણ નિર્ધારિત કર્યુ છે. જયારે મેરિટ યાદી ધો. ૧૨ ના ત્રણ વિષયના ૬૦ ટકા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટનાં ૪૦ ટકા ના આધારે તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડના વિધાર્થીઓનું મેરિટ લિસ્ટ પણ અલગ અલગ તૈયાર કરવામાં આવે છે.
  રાજયમાં આવેલી ખાનગી અને સરકારી ઈજેનરી તથા ફાર્મસી કોલેજમાં પ્રવેશ મેળવા ગુજકેટ આપવી પડશે. આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે ધો. ૧૨ ના ૬૦ ટકા તથા ગુજકેટના ૪૦ ટકા ગણી મેરિટ બનાવવામાં આવે છે. ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયાના સપ્તાહમાં કોલેજો પરથી પ્રવેશફોર્મ વિતરણ કરાશે.
  અગાઉ રાજય્માં કેન્દ્રીય વિધાયલના વિધાર્થીઓને પ્રવેશ આપવા અલગથી પ્રવેશક્રિયા યોજવામાં આવી રહી હતી, પરંતુ આ ૨૦૦૬ ના વર્ષથી સી.બી.એસ.સી. અને ગુજરાત શિક્ષણબોર્ડના વિધાર્થીઓનું સંયુકત મેરિટ લિસ્ટ જ જાહેર કરવામાં આવશે.

કયા કોર્સમાં એડમિશન લેવું? 

બધા ફોર્મ ભરવાઃ ધો. ૧૨ સાયન્સનું રિઝલ્ટ આવે ત્યાર પછી જેના ફોર્મ ભરવાની જાહેરાત આવે તે બધાં ફોર્મ ભરવાં. એડ્ મિશન ટેસ્ટ હોય એની જાહેરાત રિઝલ્ટ પહેલા કે તેનાથી પણ વહેલા આવતી હોય છે. તેમાંથી ગુજરાતમાં ચાલતા કોર્સનાં ફોર્મ અચુક ભરવા. બી.એસસી. નું ફોર્મ પણ ભરવું અને એફ.વાય,બી.એસસી. માં એડ્ મિશન પણ લઈ લેવું.
  પંસદગીનો ક્રમઃ ધો. ૧૨ સાયન્સ પછી ગુજરાતમાં ચાલતા કોર્સની વાત કરીએ એ તો ટોપ ટેન અને ટોપ ટ્વેન્ટી કોર્સ આ પ્રમાણે ગણાય. ટોપ ટેનમાં (૧) એમ.બી.બી.એસ – મેડિકલ (૨) ડેન્ટલ માં બી.ડી.એસ. (૩) બેચરલ ઓફ ફાર્મસી એટલે કે બી.ફાર્મ (૪) ઈલેક્ટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં કે ઈલેક્ટ્રોનિકસમાં બી.ઈ. ડિગ્રી કોર્સ (૫) કમ્પ્યુટર એન્જિનિયરિંગ (૬) CEPT માં ચાલતા કોર્સમાં ઈન્ટિરિયર ડિઝાઈન, આર્કિટેકચર અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના કોર્સમાંથી કોઈપણ કોર (૭) ઈન્ફર્મેશન ટેક્ નોલોજી આઈટીનો ડિગ્રી કોર્સ (૮) આયુર્વેદમાં બી.એ.એમ.એસ. (૯) બેચલર ઓફ ફિઝિયોથેરાપી (૧૦) મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિગ્રી કોર્સ. (ગુણ A, B અને AB મુજબ)
  ટોપ ટ્વેન્ટી કોર્સઃ ટોપ ટેન કોર્સની યાદી પ્રમાણેના દસ અભ્યાસક્રમો પછી આગળ ક્રમ આ પ્રમાણે રખાય (૧૧) પેટ્રોલિયમ્સમાં બી.ઈ. (૧૨) ફુડ પ્રોસેસિંગ એન્ડ ટેક્ નોલોજીમાં બી.ઈ. (૧૩) વેટરનટી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડર – પશુઓના ડોકટરનો કોર્સ કે જે એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ચાલે છે. (૧૪) આણંદમાં ચાલતો ડેરી ટેકનોલોજીનો ડિગ્રી કોર્સ (૧૫) આયુર્વેદમાં બેચલર ફાર્મસી (૧૬) બાયોમેડિકલ એન્જિનિયરિંગ (૧૭) એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ (૧૮) કેમિકલ એન્જિનિયરિંગ બી.ઈ. (૧૯) બી.એસસી.નર્સિંનો કોર્સ (૨૦) હોમિયોપથીનો ડિગ્રી કોર્સ બી.એચ.એમ.એસ.
૧૨ સાયન્સ પછી કયાં કયાં ફોર્મ ભરવાના?
  આગળ દર્શાવેલ તમામ કોર્સમાં ૧૨ સાયન્સમાં તમે મેળવેલ માકર્સની મેરિટ મુજબ એડ્ મિશન મળે છે. જે કોર્સમાં એન્ટન્સ ટેસ્ટ આપવાની ફરજિયાત છે એવા કોર્સમાં (૨) આર્કિટેકચર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ટેક્ નોલોજી એન્ડ ઈન્ટિરિયર ડિઝાઈનના કોર્સ માટેના ફોર્મ.
  અન્ય કોર્સના ફોર્મઃ
  આ સિવાય ગુજરાતમાં મળતા અન્ય અભ્યાસક્રમોમાં ફોર્મ પણ ભરવા
  ગ્રુપ મુજબ વિધાર્થીઓએ કયાં ફોર્મ ભરવાં જોઈએ?
(૧) (A) – કેન્દ્રીય સમિતિ (JAC-PC અમદાવાદ) નું ઈજનેરી ફાર્મસીનું ફોર્મ જાહેરાત મુજબ.
  ઓપ્ટ્રોમેટ્રી (આય ટેક્ નિશિયન) કોર્સ (અલગ હોય તો)
  આર્કિટેકચરની SATA તથા NATA કસોટી
  બિલ્ડીંગ કન્સ્ટ્રકશન ઈન્ટિરિયર ડિઝાઈન (CEPT)
  કઈંચા B.Sc. Agri, Agru Engr. ડેરી ટેકનોલોજી (ગુજકેટ માટે છે)
  બી.એસસી. સાયન્સ કોલેજ
  M.Sc. IT ઈન્ટિગ્રેટેડ કોર્સ
  અન્ય ચોઈસના કોર્સ BCA, હોટલ મેનેજમેન્ટ
  અન્ય રોજગારલક્ષી PTC, નર્સિંગ કોર્સ (ડિપ્લોમાં)
  આર્મી / નેવી ઈજનેર (૭૦ / ૭૫ ટકા હોય, તો).
  B.Sc. BED (ભોપાલ) ઈત્યાિદ ચોઈસ મુજબ

સ્ત્રોત : http://www.deoamreli.com/school/hscsci/std-12-sci-after-shu-index.htm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top